Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે NFSA 2536 જેટલાં રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વન આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે NFSA 2536 જેટલાં રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મા. મુ. મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું અને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા NFSA રેશનકાર્ડની માહિતી આપી હતી અને તેનો સીધો લાભ મળશે. 2013 અન્ન સલામત કાયદા હેઠળ દિવ્યાંગો – 42, સાઠ વર્ષથી વધુ નિરાધાર 11 ગંગાસ્વરૂપા બહેનો 94, શ્રમીકો તરીકે નોંધાયેલા 171 લોકોને સીધો લાભ થવાનો છે. આઉટસોર્સીંગ અને રોજમદારો 2018 ને પણ આવરી લેવામાં આવ્યા છે અને સિનિયર સીટીઝનોને પણ લાભ મળશે.

શહેરો નગરો અને ગામોમાં વસતા રીક્ષા – છકડો – ટેમ્પો જેવા થ્રિ – વહીલર વાહનો ચલાવનારા રોજનું કમાઈને ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહચાલકો તેમજ પેનશન મેળવતા વરિષ્ઠ વડીલોનો પણ સમાવિષ્ટ કરી રાહતદરે અનાજ આપવામાં આવશે. નિરાધાર ગંગાસ્વરૂપા માતા, બહેનો જે મહિલા – બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગાસ્વરૂપા વિધવા પેનશન મેળવે છે તેવી માતાઓ – બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસ્તી ગંગાસ્વરૂપા બહેનોને NFSA નો લાભ આપવામાં આવશે સાથે સિનિયર સીટીઝનોને પણ આવરી લેવામાં આવશે.

આ તકે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, સુ.જી. પંચાયતના અધ્યક્ષ દીપકભાઈ વસાવા, પ્રાંત સાહેબ, મામલતદાર, ગીરીશભાઈ પરમાર, સસ્તા અનાજના એસ.ઓ હિતેન્દ્રભાઇ ભટ્ટ, અનિલભાઈ શાહ, દિલીપ સિંહ ચૌહાણ, મુકુંદભાઈ પટેલ, તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૩ વાગ્યા સુધીમાં કુલ ૫૬.૩૪ % મતદાન…

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!