Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

Share

*પ્રથમ તબક્કા માં ડોક્ટર અને સ્ટાફગણને રસી મુકવામાં આવી.
પ્રથમ રસી ડૉ.કેયુર વરાછીયાને મુકવામાં આવી. દીપ પ્રાગટ્ય કર્યા બાદ રસી મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે 100 થી વધુને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.
માંગરોળ તાલુકામાં સરકાર દ્વારા થયેલા વેક્સીન મુકવાના સર્વે માં આરોગ્ય વિભાગે 20,000 થી વધુ લોકોની નોંધણી કરવામાં આવી છે. જેમની ઉમર 50 વર્ષ થી વધુ છે. ડૉ.રાકેશ પટેલ દ્વારા વેક્સીન વિશે સંપૂર્ણ માહિતગાર કરવા માં આવ્યા હતા. આ કાર્યક્મ માં માંગરોળ મામલતદાર વસાવા, ટી એચ ઓ. શાહી, શનિચરા, સીંગ સાહેબ,ડૉ રાકેશ પટેલ, ગીરીશભાઈ પરમાર, તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વલસાડની યુવા અભિનેત્રી ગુજરાતી ફિલ્મમાં ચમકશે

ProudOfGujarat

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન, વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી મહિલાએ 11 મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!