Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજના યુગમાં મનથી મનની જાળવણીની કળા જાણવી જરૂરી :- ડો.મતાઉદ્દીન ચિશ્તી

Share

વિશ્વની ઐતિહાસિક સૂફી ખાનકાહોમાં શામિલ સુરત જિલ્લાની મોટામિયાં માંગરોલ ની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત વર્તમાન ગાદીપતિ- સજજાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના પુત્ર અને ગાદીના અનુગામી ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે તારીખ ૧૬ અને ૧૭ એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, જેનાબાદ, ચિકાસર, ભોજવા તથા સોખલી જેવા વિસ્તારોની ટૂંકી મુલાકાત દરમિયાન ગાદી સાથે સંબંધો ધરાવતા શિષ્યો અકીદતમંદોને મળીને આધ્યાત્મિકતા – રુહાનિયતનો સંદેશ આપ્યો હતો. તેમણે શ્રધ્ધાળુઓ ને જીવનમાં આધ્યાત્મિકતા અને પીર-ગુરુનું મહત્વ સમજાવતા કહ્યું આ યુગમાં મનથી મનની જાળવણીની કળા જાણવી જરૂરી, ઉપરાંત શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી જણાવ્યું હતું કે તંદુરસ્તી માટે બાજરીનો રોટલો લાભદાયી છે એજ રીતે આધુનિક સમયમાં મનદુરસ્તી માટે ઓલિયાનો ઓટલો લાભદાયી છે. જીવનના મર્મની મહત્વતા પર પ્રકાશપાડી માનવતા અને સમગ્ર જ્ઞાનનો નિષ્કર્ષ કહ્યા બાદ ભૂતકાળમાં પોતાના પૂર્વજોએ આપેલ ઉપદેશો અનુસાર જીવી, ભવિષ્યની ચિંતાઓ છોડી આશાઓને જીવંત રાખવી જોઇએ, જે શકય બને એ યાદ અપાવવા આવ્યો છું એમ જણાવી સેવાઓને યાદ કરી હતી.
અત્યંત આધુનિક સમયમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવી આવશ્યક હોય, ઉચ્ચજ્ઞાન, શાળાઓ, મહાશાળાઓ થકી પ્રાપ્ત કરી ઊંચ-નીચ, અમીર-ગરીબ વચ્ચેનું વધતું અંતર વડે ઇલ્મ એટલે કે શિક્ષણ અને સમજદારી થકી દૂર કરવું શક્ય છે તેમ ઉમેર્યું હતું. આ સાથે શરીરને આર્થિક, માનસિક અને શારીરિક રીતે નુકશાન પહોંચાડતા વ્યસનનો ત્યાગ કરવા તથા તેના ગેરલાભ વિશે જણાવી વ્યસનમુક્ત થવા સલાહ અને સૂચનો આપી એચએચએમસી એજ્યુ. કેમ્પસની માહિતી પણ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારા વિચારો અને સદ્ગુણ થકી કોઇની પણ ભાવનાને સમજતા થઇ જઈશું ત્યારે કોઈપણધર્મ કે સમાજને માનનારા ભાઇ- બહેનો અને વિવિધ સમુદાયો વચ્ચે એક્તા મજબૂત થશે જે ખૂબ જરૂરી છે. અંતમાં પોતાના પૂર્વજોએ બતાવેલ આધ્યાત્મિક પગદંડી પર ચાલી ઘેર ઘેર ગાય પાળો, કોમીએકતા, ભાઈચારો, ઘેર ઘેર વૃક્ષ વાવવાની સાથે શિક્ષણ મેળવી આગળ ધપવાનું આહવાન કર્યું હતું.
સલીમ ભાઇ, ઇમ્તિયાઝ ભાઇ તથા સિરહાન ભાઇએ ગાદી પ્રેરિત ફાઉન્ડેશનની સેવા અને એચ એચ એમ સી શૈક્ષણિક સંકુલ વિશે જણાવ્યું હતું. સમગ્ર પ્રવાસ દરમિયાન કોવિડ -૧૯ને ધ્યાનમાં લઇ માસ્ક, સેનેટાઇઝરના ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટંસ સાથે મુલાકાતનું સુંદર આયોજન ઈકબાલભાઈ, ગનીભાઇ, ઐયુબભાઇ, અબ્દુલભાઇ તેમજ સમગ્ર સમાજના વિવિધ અગ્રણિઓ દ્વારા એકસંપથી કરવામાં આવ્યું હતું.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : મહિલાના પ્રેમીએ રૂપિયાની માથાકૂટમાં પથ્થરના ઘા ઝીંકી કરી હત્યા.

ProudOfGujarat

ખેડા : ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ, સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

વાગરાના કચ્છીપુરા ગામે ઊંટના મોતનો મામલો, જીપીસીબી એ ONGC ને ફટકાર્યો લાખોનો દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!