Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકલનાં પ્રમુખ પદે રમેશ ચૌધરીની વરણી થઈ.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ ભગવાન કરુણાસાગર મંદિર ખાતે યોજાયેલ ટ્રસ્ટી મંડળની બેઠકમાં પરમહંસ સુખાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકલનાં પ્રમુખ પદે રમેશભાઈ સોનજીભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

તાજેતરમાં પરમહંસ સુખાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ ચૌધરીનું અવસાન થયું હતું જેથી પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં સ્વર્ગસ્થ પ્રમુખ નાનુભાઈ ચૌધરીને મૌન પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી મંડળના સભ્યો આનંદભાઈ ચૌધરી, હિતેન્દ્રભાઈ ચૌધરી, સવિલાલ ચૌધરી ઝવેરભાઈ ચૌધરી, નરસિંહભાઈ ચૌધરી વગેરે ટ્રસ્ટના આગેવાનોએ સર્વાનુમતે રમેશભાઈ સોમજીભાઈ ચૌધરી ( કંટવાવ) ની ટ્રસ્ટના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જ્યારે ટ્રસ્ટના આજીવન સભ્ય ધનસુખભાઈ નરસિંહભાઈ ચૌધરીની ખજાનચી પદે નિમણૂક કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.            

ProudOfGujarat

अक्षय कुमार ने एक्सेल एंटरटेनमेंट की “गोल्ड” के टीज़र के साथ गोल्डन जीत को फिर से किया जीवत!

ProudOfGujarat

ભરૂચ NSUI દ્વારા સિવિલ હોસ્પિટલમાં જયુસ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!