Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર ટ્રક અડફેટે ઇજા પામેલા કંટવાવ ગામનાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

Share

કંટવાવ ગામનો અર્પિતકુમાર નવીનભાઈ ચૌધરી ઉંમર વર્ષ ૨૦ વાંકલ ગામે વિશ્વાસ ઓટો સેન્ટરમાં કામ કરતો હતો અને સાંજના સમયે કામ પૂર્ણ કરી પોતાના ઘરે બાઇક ઉપર જઇ રહ્યો હતો ત્યારે વાંકલ એન.ડી દેસાઈ હાઇસ્કુલ નજીક ટ્રક નંબર GJ 21 4449 ના ચાલે તેને અડફેટે લેતા માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ આ યુવકને સારવાર માટે સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. યુવકનાં પિતાએ ટ્રક ચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી માંગરોળ પોલીસે ઉપરોકત ટ્રક ચાલક આરોપીની અટકાયત કરી છે જ્યારે બીજી તરફ બે દિવસની સારવાર બાદ યુવકનું ગંભીર ઈજાઓનાં કારણે કરૂણ મોત નિપજતા યુવકનો પરિવાર શોકમગ્ન બની નિરાશામાં ગરકાવ થયો છે.

Advertisement

Share

Related posts

વાગરાનાં સાયખા GIDC રોડ ઉપર યુવતીની મશ્કરી કરે છે તેમ કહી મારતા ઇજા ગ્રસ્ત યુવાનનું મોત.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

જાહેરમાં હાથકાપનો જુગાર રમતાં ૧૪ ઇસમને રોકડ મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!