સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઇ ચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષ વાવો જેવા અભિયાન ચલાવતી ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાદીએ દર વર્ષે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી મેળો ભરાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીથી શરૂ થનાર મેળાની ઉજવણીને કોરોના મહામારીને ધ્યાનમાં લઇ મોકૂફ રાખવામાં આવી હતી.
મોટામિયા માંગરોલની ગાદીના હાલના એકમાત્ર ગાદીપતિ હજરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનું ઐતિહાસિક પ્રવેશદ્વાર ખાતે આગમન થતા સાદગીપૂર્ણ અનોખી ઢબે સોશિયલ ડિસ્ટન્સ રાખી સ્વાગત કરાયું, ત્યારબાદ તેમની હાજરીમાં સાદગીભરી રીતે સંદલ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ દરમિયાન પવિત્ર દિવસે આપણા દેશમાંથી તેમજ વિશ્વમાંથી પણ આ મહામારી દૂર થાઈ તે માટે ખાસ દુઆ (પ્રાર્થના) કરાઇ હતી.
આ કાર્યક્રમમાં પીર મોઇનુદ્દીન ચિશ્તી, ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી અને કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 15 દિવસ દરમિયાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ મોટામિયાં માંગરોલ ખાતે મુલાકાત આપશે, જે માટે તમામને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાણવવા, માસ્ક પહેરવા, હાથ વારંવાર હાથ સાબુથી ધોવા તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સંબંધિત સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કરાયો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.