માંગરોળ તાલુકામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શાળાઓમાં ચાલુ કરવાનું સરકારે સંમતિ આપતા આજથી શાળાઓ શરૂ થઈ હતી કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓનાં શિક્ષણ કાર્યમાં પણ છેલ્લા અગિયાર માસથી માઠી અસર પડી રહી હતી જેથી વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ સહારો લેવો પડ્યો હતો. 11 માસ બાદ સરકારે શિક્ષણકાર્ય ચાલુ કરવા પરમિશન આપતા સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓના આચાર્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકો શાળામાં સ્વચ્છતા, શિક્ષણકાર્યનું આયોજનની કામગીરીમાં લાગી ગયા હતા.
જેમાં દરેક રૂમોમાં સેનીટાઈઝર કરવામાં આવ્યા હતા તેમજ દરેક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસે એવું આયોજન સાથે સોશિયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા તેમજ વાલીઓ પાસે ફરજીયાત સંમતિપત્રક લખાવવા માટે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું.
આજે સવારથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે તેમજ બસમાં સમયસર શાળાએ પહોંચી ગયા હતા. શાળાઓમાં પ્રવેશદ્વાર શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થર્મલ ગન અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપાલન કરવા માસ્ક પહેરવા તેમજ ટોળામાં ભેગા ન થવા સૂચનાઓ આપવામાં આવી હતી. શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂઆત થતાં શાળાનાં આચાર્ય અને શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.