Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : ધો. 10 અને ધો. 12 નાં વર્ગો ચાલુ થવાના હોવાથી શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક શાળાને સેનેટાઇઝ કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 10 અને ધો. 12 ના વર્ગો ચાલુ થવાના હોવાથી શાળાને સેનેટાઇઝ કરવામાં આવી સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહશે. સોમવારથી શાળામાં ધો. 10 અને 12 ના વર્ગો ચાલુ થવાના હોય તે પહેલા શાળામાં કોવિડ-19 અને સરકારના આરોગ્ય વિભાગની sop અનુસાર સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે પણ સામાજિક અંતર ફરજીયાત જાળવવાનું રહેશે. વિદ્યાર્થીઓ એકબીજાની નોટબુક, લંચબોક્ષ, પાણીની બોટલ આપ-લે કરવી નહિ. મોઢા પર ફરજીયાત માસ્ક પહેરીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને કામ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહિ. શાળાનો સમય પૂર્ણ થતાંની સાથે બધાએ શાળા કમ્પાઉન્ડ છોડવાનો રહશે.

શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલ તા.11.1.2021 ના સોમવારથી જ્યારે શાળામાં ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા હોય ત્યારે વિધાર્થીઓનું આરોગ્ય અને તેમની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ અને શાળાની સ્વચ્છતાના ભાગરૂપે આજરોજ શાળાને સરકારની કોવિડ- 19 અને આરોગ્યવિભાગની SOP અનુસાર સેનિટાઈઝેશન કરી વાલી મિત્રોને વોટસએપનાં માધ્યમ દ્વારા આપવામાં આવેલું સંમતિ પત્રક તા.11.1.2021 ના રોજ શાળાએ આવનાર વિધાર્થીએ ભરીને સંમતિ પત્રક સાથે લાવવાનું રહશે.

વિનોદ ((ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના સ્ટેશન ખાતે હીરાપન્ના શોપિંગ માં આવેલ હોટલ ના તાળા તોડી હજારો ના મુદ્દામાલ ની ચોરી થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.

ProudOfGujarat

રાહુલ ગાંધીનું સાંસદનું સભ્યપદ રદ કરાયું, માનહાનિ કેસ બાદ લેવાયો નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!