Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોમી એકતાની મિસાલ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો ઉર્સ – મેળો કોરોના મહામારીનાં કારણે આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો.

Share

– મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબે જનહિતમાં આપ્યો અગત્યનો સંદેશ.

સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ ઘેર ઘેર ગાય પાળો, કોમી-એકતા, ભાઇચારો,વ્યસન મુક્તિનો સંદેશ આપતી તેમજ ઘેર-ઘેર વૃક્ષ વાવો અભિયાન ચલાવતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે દર વર્ષે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ- મેળો ભરાય છે. જયાં દેશ- વિદેશના અકીદતમંદોમાં હિન્દુ, મુસ્લિમ ભાઈ બેહનો તેમજ અન્ય મહેમાનો ખુબ મોટી સંખ્યા ભેગા મળી કોમી એકતાનુ ઉદાહરણ રજૂ કરે છે, આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ હોય છે.

આ વર્ષે 14 જાન્યુઆરી, 2021 ગુરુવારથી શરુ થનાર ઉર્સ – મેળાની ઉજવણીના તમામ કાર્યક્રમો કોવિડ- 19 કોરોના મહામારીના કારણે જનહિતમાં મોકૂફ રાખવામાં આવ્યા છે, જેની તમામ જાહેર જનતા તેમજ અકીદતમંદોએ નોંધ લેવી તેમ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના હાલના એકમાત્ર પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિવાય પણ જાહેર જીવનમાં તમામને ભેગા ન થવા તથા ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરી વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે કોરાના મહામારીના આરંભના વિકટ સમયથી આજસુધી હાલના ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી દ્વારા સમાયંતરે જાગૃતિ માટે પ્રયાસો કરાયા છે તથા સલામતીને અનુલક્ષીને નિયમોનું પાલન કરતા વિવિધ નિર્ણયો લઇ સમાજને સાવચેતીના ભાગરૂપે ઉપયોગી સંદેશાઓ આપવામા આવ્યા છે, તેમજ મહામારીથી માનવસમાજની મુક્તિ માટે અમુક સમય પહેલા વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


Share

Related posts

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા, જાણો વિચિત્ર કિસ્સો..!

ProudOfGujarat

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ભરૂચના પાલેજ માંથી ખેત મજૂરી કરતી મહિલાનો ખૂનનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!