સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે અટલજી સ્મૃતિ રાત્રી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાતનાં સિનિયર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ કરાવ્યો. મંત્રી ગણપતભાઈ વસાવા આયોજકોને 21,000/- રૂપિયા દાન પેટે આપવામાં આવ્યા હતા. આ મેચો 27/12/20 થી સાંજે 6:00 કલાકથી લવેટ (પારસી ફળિયું ) ખાતે રમાડવાનો પ્રારંભ થયો. દરેક મેચો 10 ઓવરની રમાડવામાં આવશે. આજુબાજુ ગામની રાત્રી અટલજી સ્મૃતિ ટેનિસ ટુર્નામેન્ટમાં 25 થી વધુ ટીમો ભાગ લેશે. ફાઇનલમાં પ્રથમ આવનાર ટીમને રૂપિયા 7501/-, બીજું ઇનામ રૂપિયા 5001/- આપવામાં આવશે.
માજી જિલ્લા પંચાયતના પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી પરિવાર તરફથી ટુર્નામેન્ટમાં ટેનિસ બોલ ફ્રી માં આપવામાં આવશે. જયારે ઝંખવાવનાં મુસ્તાકભાઈ તરફથી ખેલાડીઓ અને મેચ જોવા પ્રેક્ષકોને વિના મુલ્યે માસ્ક આપવામાં આવ્યા હતા. અંતે ટુર્નામેન્ટમાં તેમના તરફથી મેન ઓફ ધ મેચ, બેસ્ટ પ્લેયર, મેન ઓફ ધ સિરીઝ ને ટ્રોફી એનાયત કરવામાં આવશે. વાંકલનાં શૈલેષ કુમાર બાલુભાઈ મૈસુરીયા તરફથી આખી સિરીઝમાં જે પ્લેયર વધુ વિકેટ અને વધુ રન ફ્ટકારશે તેને રૂપિયા 1001/- નુ રોકડ ઇનામ આપવામાં આવશે.
આ તકે મંત્રી ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના અઘ્યક્ષ દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી, લવેટનાં સરપંચ મનોજભાઈ વસાવા, ચેતનભાઈ પંડ્યા, દીપકભાઈ ચૌધરી, સુભાષભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી (નાની ફળી )દિનેશભાઇ સુરતી તેમજ મોટી સંખ્યામાં પ્રેક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.