વાંકલમાં સુશાસન દિવસની ઉજવણી 25 ડિસેમ્બરે કરવામાં આવી. કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.
માંગરોળના વિવિધ યોજના હેઠળ 236 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિન 25 ડિસેમ્બરનાં ઉપલક્ષયમાં દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત 25 ડિસેમ્બરના રોજ વાંકલ ઝંખવાવ રોડ પર આવેલું સત કેવલ મંદિર ખાતે “સુશાસન દિવસ “ની ઉજવણી કરવામાં આવી હતી અને સાત પગલાં અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્મ યોજાયો.વિવિધ પ્રકારની કીટોનું વિતરણ કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેવી કે ગુજરાત સરકારનો છાયડા અંતર્ગત શાકભાજીના છાયડા માટે છત્રી, સુથારી કામના સાધનો, સેન્ટીંગના સાધનો, અથાણાં બનાવવાની કીટ, કિસાન પરિવહનની કીટ, પ્રાકૃતિક કીટ સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયા, સુ ડી.કો. ના ડિરેક્ટર દિલીપ સિંહ રાઠોડ, દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી, આર. ડી, પટેલ, માંગરોળ મામલતદાર વસાવા, ગીરીશભાઈ પરમાર, અફઝલ ભાઈ પઠાણ, તાલુકા પ્રમુખ જગદીશ ભાઈ ગામીત, ટી.ડી.ઓ. ડી. બી. પટેલ, ગ્રામસેવકો તથા ખેડૂતોએ હાજરી આપી હતી. સુશાસન દિવસ નિમિતે ખેડૂતોએ મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.