કોસંબા, સાવા, ગીજરમ રોડનું અને માંગરોળ, તડકેશ્વર રોડનું સ્મારકામ અને જંગલ કટીંગની રજુઆત કરવામાં આવી હતી તેમાં પણ વેઠ ઉતારી હોવાનું પણ જણાવાયું હતું. માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓને વારંવારની રજુઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈપણ કામગીરી ઉપર ધ્યાન અપાતું ન હતું.
વાસોલી નજીક મસમોટા ખાડાઓ પડી જવાથી નાની ગાડીઓના ચેમ્બરને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. શાહબુદ્દીન મલેક દ્વારા કોસંબા ગીજરમ આકરોડ જે અઢાર કિ.મી નો રસ્તો પૂરેપૂરો બનાવવાની માંગ કરવામાં આવી છે અને જે સાઈડમાં જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી છે તેનાથી સાઈન બોર્ડ વાહન ચાલકોને નજરે નથી પડતું જંગલી વનસ્પતિ દૂર કરવા માંગ કરી હતી. આ રજુઆત કરાતા માંડવી માર્ગ મકાન વિભાગ દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું.
Advertisement