માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે અંબાજી મંદિરનાં પટાંગણમાં રંગ અવધૂત મંદિરમાં પાદુકા પૂજનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજન મુકુંદભાઈ ખેંગાર પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.
સોમવતી અમાસે દેવાધિદેવ મહાદેવની કૃપા પામવાનો અવસરઅને સૂર્યગ્રહણ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ હોય ત્યારે રામેશ્વર મહાદેવ વાંકલ અને પાનેશ્વર મહાદેવ (પાનેશ્વર ફળિયું ) મંદિરે મહાદેવને રિઝવવા પરિણીત મહિલાઓ દ્વારા પીપળાના વૃક્ષની દૂધ, જળ, ફૂલ અને ચંદનથી પૂજા કરી વૃક્ષની ચારે બાજુ સુતરનો દોરો લપેટીને પરિક્રમાં કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પુરાણોમાં વણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ શુભ માનવામાં આવે છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.