તાલુકા મથક મોટામિયાં માંગરોળ ખાતે આવેલ 117 વર્ષ જુની સંસ્થા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો એક ઇનામ વિતરણ કાર્યક્રમ સેન્ટ્રલ હોલમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી ઉપદંડક વિરોધ પક્ષ, સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માગરોલની ગાદીના ગાદીપતિના સુપુત્ર – અનુગામી તથા જી.એસ.પી. આર.એફ.ના સ્થાપક, મહમદ ઈબ્રાહીમ જસાત(ઝામ્બિયા ), અહમદભાઈ જસાત, યુસુફ અહમદ બદાત (યુ.કે.) બાબુહુસેન ભાયાત (કેનેડા) ગુલામહુસેન પાંડોર, મહેબૂબ પટેલ, શબ્બીર એ. ઘીવાલા (પ્રમુખ), ઈસ્માઈલ પટેલ (મેનેજીંગ ટ્રસ્ટી ), માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી અન્ય મહેમાનો તેમજ વય નિવૃત થનાર શિક્ષકો અને બે શિક્ષિકા બહેનો હરેન્દ્ર સિંહ ગોહિલ, બસીરભાઈ ખ્વાજા, પલ્લવીબેન, પ્રજ્ઞાબેન, સ્ટાફ વાલીઓ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. પ્રાર્થના સ્વાગત ગીત શાળાની બાળાઓએ રજૂ કરી હતી શાબ્દિક સ્વાગત સઇદ લીલગરએ કર્યું હતુ. મેહમાનોનું સાલ ઓઢાડીને સન્માન કરાયા બાદ સંસ્થા દ્વારા શૈક્ષણિક કાર્યોનો ચિતાર મેનેજીંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ રજુ કરેલ હતો. ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકના સમગ્ર જીવનનો આધાર જ તેના ઘડતર પર છે, જો જીવનમાં બાળકનું ઘડતર ન થાય તો તેનું જીવન પડતર બની જાય છે, બાળકોના વિચારોમાં વિશુદ્ધતા, વિનમ્રતા અને વિશાળતા હશે ત્યારે જ વિદ્યાર્થી સાચા અર્થમાં વિદ્વાન બનશે એમ જણાવ્યું હતું. ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને ઇનામો પણ અપાયા હતા.બાબુહુસેન ભાયાત સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હું પણ આ સંસ્થાના માજી વિદ્યાર્થી છો તમારા જ્ઞાનને વધારવા પુસ્તકને તમારા મિત્ર બનાવો. માંડવીના ધારાસભ્યઅને વિરોધ પક્ષના ઉપ દંડક શ્રી આનંદભાઈ ચૌધરીએ પણ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને સ્કૂલના બાળકો માટે શૌચાલય, વોશરૂમના બાંધકામ માટે ટ્રાયબલ સબ પ્લાનમાંથી ગ્રાન્ટ અપાવવાની ખાત્રી આપી હતી. તદુપરાંત વયનિવૃત થતા શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું નિવૃત્ત થનાર હરેન્દ્રસિંહ ગોહિલ તરફથી સંસ્થા માટે ૩૧ હજાર રૂપિયાનું દાન તથા બસિર ભાઈ ખ્વાજા તરફથી ૨૫,૦૦૦ રૂપિયાનું દાન આપવામાં આવેલ હતું. ધોરણ 10 અને 12 પ્રથમ નંબર મેળવનાર બાળકો ને ટ્રોફી, તેમજ અન્ય પ્રવૃતિમાં આગળ આવનાર બાળકોને, વર્ષ દરમિયાન પ્રથમ, બીજો નંબર લાવનાર ઉપસ્થિત મહાનુભાવો વડે સન્માનિત કરી ઇનામો આપવામાં આવેલ હતા. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલીમભાઇ પાંડોરે કરેલ હતુ નિવૃત્ત થનાર શિક્ષક ભાઈ, બેહનોએ પણ પોતાના નોકરીના સમયના પ્રસંગો વર્ણન કરેલ હતા.
માંગરોળ : કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Advertisement