માંગરોળ તાલુકાનાં વાંકલનાં આજુબાજુનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા જગતનાં તાતની ચિંતામાં વધારો થયો છે. આજુબાજુનાં વિસ્તારોમાં મોડી રાત્રીનાં સમયથી કમોસમી વરસાદ વધુ વરસતા ખેતી પાકને ખુબ નુકસાનકારક સાબિત થશે. જુવાર, તુવેર, કપાસ, શાકભાજી તેમજ ઢોરો માટેનો ચારો પણ વરસાદમાં પલળી જતા પશુપાલકો પણ ચિંતામાં છે. હમણાં ઘઉં, ચણા, શેરડીનાં વાવેતર કરતા ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક બે દિવસ વરસાદ વધુ પડશે તો ખેડૂતો અને પશુપાલકોને વધુ નુકસાન વેઠવાનો વારો આવશે.
વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.
Advertisement