Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકામાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે તાપી – કરજણ પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજના અને સૈનિક શાળાનું ખાર્તમુહૂર્ત મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે રૂ. 711 કરોડનાં ખર્ચે તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું ખાર્તમુહૂર્ત અને વાડીખાતે વિદ્યાર્થીઓ માટે 51 કરોડનાં ખર્ચે સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. બંને ખાર્તમુહૂર્ત ભુમીપુજન મા. મંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું.

સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટનસીંગ, માસ્ક, સૅનેટાઇઝથી હેન્ડવોશ કરવામાં આવ્યું હતું. ઉમરપાડાનાં 51 જેટલાં ગામોને સિંચાઈ યોજનાનો લાભ મળશે. ડેડીયાપાડાના 22 થી વધુ ગામો સિંચાઈ યોજનાનો લાભ મળશે. આ યોજના પૂર્ણ થયેથી અંદાજીત 53700 એકર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. રાજ્યનાં બહુધા આદિવાસી વિસ્તારનાં ગામોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકારની સમકલ્પના સાકાર થઈ રહી છે. તાપી – કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન યોજના દ્વારા ચાર પમ્પીંગ સ્ટેશન બાંધવામાં આવશે. મુખ્ય પાઇપલાઈનની ક્ષમતા 500 ઘન ફૂટ પ્રતિ સેકન્ડ છે. મુખ્ય પાઇપ લાઈનનો 3000 એમ.એમ છે.

આ યોજનામાં તાપી નદી પર આવેલા જમણા કાંઠે આવેલા સાતકાશી ગામ ખાતે પ્રથમ પમ્પીંગ સ્ટેશન બનાવી 500 ક્યુસેક પાણી ઉદવહન કરી અને ત્રીજા અંતિમ ચરણમાં ગોંડલીયા ગામે પાસે કોતરમાં નાંખવાનું આયોજન છે. ઉમરપાડા તાલુકાનાં સતવાણ, પાંચઆબા, સાંદડા પાણી ગામ આ જ તળાવોનાં પાણીથી ભરવાનું આયોજન છે.

ઉમરપાડાના લાભાર્થી ગામો જેવા કે ચિમીપાતાળ, બલાલકુવા, સાંદડાપાણી, ચિતલદા, આમલી દાબડા, બરડી, બરડીપાડા, બીલવણ, ચકરા, ચંદ્રાપાડા, ચારણી, ચવડા, હલદરી, ઝરપણ, ચોખવાડા, દરડા, દિવતણ, ડોંગરીપાડા, ધાણાંવાડ, શરડા, ગોંડલીયા, ગોપાલીયા, ગોવટ, કાળીજામણ, કેવડી, ખાંબાબંગલી, મોટીદેવ રુપણ, નસારપૂર, નવા ચકરા, શામપુરા, સરવાણ ફોકડી, સેલવાન, ઉંમરદા, ઉંમરઝણ, ઉંમરખાડી, ઉમરપાડા, ઊંચવણ, વડગામ, વડપાડા, વહાર વેલાવી વગેરે ગામોમાં સિંચાઈ યોજનાનો લાભ થશે. વાડી ખાતે 51 કરોડનાં ખર્ચે તૈયાર થનાર સૈનિક સ્કૂલનું ખાર્તમુહૂર્ત પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

માંગરોળ : પેરિસ હોટલનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પોલીસ કો.ની બાઝ નજર હેઠળ ધારદાર સાધનો લઈ જવા મુશ્કેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!