સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી ઘેર ઘેર ગાયપાળો, કોમી એકતા, ભાઇ ચારો, વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, ઘેર ઘેર વૃક્ષ વાવો જેવા સમાજઉપયોગી બોધ આપે છે. આ ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલ મુકામે અનુયાયીઓને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક સાથે જ ગાઈડલાઈન મુજબ મુલાકાત આપી નવા વર્ષે શુભેચ્છા પાઠવી હતી.
તેઓએ જણાવેલ હતું કે આપણા જીવનમાંથી જટિલતા દૂર કરી સરળતાના સમીપે જવા દરેકે પ્રયત્ન કરવો જોઈએ, નૂતન વર્ષે કોરોનાને લઇ જીવન શૈલી પર વિવિધ પ્રકારની અસરો જોવા મળી છે પરંતું વિકટ પરિસ્થિતિમાં પણ હકારાત્મક અભિગમ અને સાવચેતી સાથે આગળ ધપતા રહેવું પણ આવશ્યક છે. કોરોના મહામારીને લઇ અન્ય કાર્યક્રમો મોકૂફ રાખી સાદગીથી નવા વર્ષે એકતાનો સંદેશ આપવામાં આવ્યો. મુલાકાતીઓને પણ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી માસ્કનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું, આ ઉપરાંત સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મોટામિયા માંગરોળ અને પાલેજનાં ગાદીપતીએ અનુયાયીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
Advertisement