Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળનાં લવેટ ગામે દીપડાએ વાછરડી પર હુમલો કરતાં ગ્રામજનોમાં વ્યાપેલો ભય.

Share

સુરત જિલ્લનાંના માંગરોળ તાલુકાનાં લવેટ ગામ ખાતે પારસી ફળિયામાં રહેતા ભરતભાઈ પુનાભાઈ ચૌધરીને ત્યાં ઘરની પાછળના ભાગમાં બાંધેલી બે વર્ષની વાછરડી પર ગઈકાલે રાત્રે ૧૦:૩૦ ની આજુબાજુ દીપડાએ હુમલો કર્યો હતો. બે વર્ષની વાછરડીને ગળાના ભાગે પકડી લેતા વાછરડી લોહીલુહાણ થઈ ગઈ હતી અને સાથે બાંધેલા અન્ય પશુઓનો ફફડાટ સાંભળી ઘરના સભ્યો જાગી ગયા હતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા દીપડો વાછરડીને છોડીને નાસી છુટ્યો હતો.
આ અગાઉ પણ આ જ ગામમાં થોડા દિવસો પહેલાં દીપડાએ બળદને ફાડી ખાધું હતું ત્યારે પશુઓ પર થતાં હુમલાને લઈને પશુપાલકો તેમજ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ વનવિભાગને કરાતાં દીપડાને પકડવા માટે પાંજરુ મુકવામાં આવ્યું છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વડોદરા : જીએએસએફસી યુનિવર્સિટી દ્વારા ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરુચ જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચનાં દેરોલ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!