Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો ટહેલતા દેખાતા ભયનો માહોલ.

Share

માંગરોળ સ્ટેશન વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દીપડાનાં ભયનાં કારણે લોકો રાત્રીનાં સમયે બહાર નીકળતા પણ ગભરાય છે તેમજ દીપડો ટહેલતો વિડિઓ પણ વાયરલ થયો હતો.
વાંકલનાં સ્ટેશન વિસ્તાર રેલવે ટ્રેક નજીક આદિવાસી ઓનાં ઘર નજીકમાં દીપડો રાત્રે ટહેલતો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તેઓના ઘર નજીકમાં શેરડીના ખેતરો આવેલા છે તેથી લોકો એવું માની રહ્યા છે કે તેનું આશ્રય સ્થાન નજીક હોવાનું માની રહ્યા છે. હમણાં દસ દિવસ પહેલા પણ આમખુંટા ગામે દીપડાએ બકરી અને બે કુતરાનો શિકાર કર્યો હતો ત્યાં પણ દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું પણ દીપડો પાંજરે પૂરાતો નથી. સ્ટેશન વિસ્તારમાં પણ વાંકલ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

પ્રેટ્રોલની મૂળ કિંમત 42 રૂ, કેન્દ્ર-રાજ્યનો ટેક્સ 38 રૂ: ગુજરાત સરકારની દર મહિને હજાર કરોડની કમાણી…

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર ખત્રીવાડ માંથી વિદેશી દારૂ સગેવગે કરતા એક ઈસમને એકટીવા સાથે ઝડપી પાડતી ભરૂચ LCB …

ProudOfGujarat

બ્લડી ડેડીના નવા ગીત ઇસ્સા વાઇબમાં બાદશાહ સાથે જોવા મળેલી અપર્ણા નાયર તેના ડાન્સિંગ મૂવ્સથી લોકોને પ્રભાવિત કરી રહી છે – હવે વાંચો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!