પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ પોલીસ શનિવાર ના 7/11/20 રાત્રી સમયે સરકારી પેટ્રોલિંગ માં હતી. ત્યારે બાતમી ના આધારે નાનીનરોલી ગામે ટાવર ની પાસે તબેલા માં છ ગાય અને એક વાછરડા ને કત્લ ટાટા ઝેનોન માં સુરત લઈ જવાનાં ની બાતમી ને આધારે માંગરોળ ના પોલીસ સબ ઇન્સ્પેકટર પરેશ કુમાર નાયી એ તબેલા માં રેડ કરતા છ ગાય અને એક વાછરડા ને ટૂંકા દોરડા થી બાંધેલી હાલત માં હતી તેને ઘાસચારા ની કે પાણી ની સગવડ કરવા માં આવેલી ન હતી. તેથી છ ગાય ની કિંમત 60, 000 રૂપિયા અને એક વાછરડા ની કિંમત દસ હજાર એમ કુલ 70,000 રૂપિયા ની કિંમત નુ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 6 ગાય અને એક વાછરડા ટાટા ઝેનોન ગાડી માં સુરત લઈ જવાનાં હતા. ગાડીના ડ્રાઈવર તરીકે ઝંખવાવ ગામનો રહેવાસી સરફરાઝ ગુલામઅલી કાગઝી ગાડી લઈ ને જતો રહ્યો હતો. બાતમી વાળી ગાડીની તપાસ કરતા મળી ન હતી. આરોપી નિઝામ રફીક લુલાત ઉવ-40. રહે. નાની નરોલી તા.માંગરોળ, જી.સુરત બન્ને ગુનાના કામે વોન્ટેડ જાહેર કર્યા છે. તેઓ વિરુદ્ધ મુંબઈ પશુ અધિનિયમ 1954 ની કલમ અને ગુજરાત પશુ સુધારા અધિનિયમ 2017 ની કલમ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી છે. આ ગુના ની તપાસ અમિતભાઇ નવીન ભાઈ ચલાવી રહ્યા છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ