Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદણીયા બસ સ્ટેન્ડ પાસે મોસાલીથી ઝંખવાવ રોડ ઉપર એક હાઇવા ડમ્પર HR- 39 D-6207 ની પાછળના ભાગે બજાજ પલ્સર નં -GJ-05, KD7996 પાછળના ભાગે ઘુસી જવાને કારણે ટક્કર લાગી જતા બાઈક ચાલક શૈલેષભાઇ ફુલસિંગવસાવાને માથાના કપાળ ભાગે તેમજ છાતી અને પેટમાં વાગી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પી.એમ. માટે લાશને મોસાલી સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. ડમ્પર ચાલકની સાઈડ લાઈટ ચાલુ ન હતી અને ડમ્પરના પાછળના ભાગે તેમજ આગળ અને પાછળ એડપતર ના હોઈ તેને કારણે મોત નીપજ્યું હોય તે અંગેની ફરિયાદ ફુલસિંગ ફતેહસિંગ વસાવાએ માંગરોળ પોલીસ મથકે નોંધાવી હતી. આ અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

લીંબડી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

મણિપુરમાં હિંસા અને આદિવાસી સમુદાય પર થયેલા અત્યાચાર બાબતે ભરૂચ આદિવાસી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

ProudOfGujarat

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!