માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલમાં વર્ષ 2019-20 માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેનબ ઈશાકખાન પઠાણએ સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા લેવાયેલી ટી.વાય બી.એસ.સી પ્રાણીશાસ્ત્ર વિષયની પરીક્ષામાં 9.64 CGPA ગુણ મેળવીને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજનુ તથા પ્રાણીશાસ્ત્ર વિભાગનુ ગૌરવ વધાર્યું છે જે બદલ સમગ્ર કોલેજ પરિવાર અને આદિજાતિ વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે કોલેજના આચાર્ય ડો. પાર્થિવ ચૌધરીએ વિદ્યાર્થીની મહેનતને બિરદાવી હતી સખત પરિશ્રમ જ સફળતાનો આધાર છે તેવું જણાવીને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી ડો. પાર્થિવ ચૌધરીએ પ્રાણીશાસ્ત્ર વિષયમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ મેળવવા બદલ પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. રાજેશ સેનમા અને પ્રાણીશાસ્ત્ર વિભાગના કાર્યકર્તા પ્રાધ્યાપકોની ટીમને અભિનંદન પાઠવ્યા છે પ્રાણીશાસ્ત્ર વિષયમાં છ વર્ષમાં સતત ત્રીજીવાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવા માટેનો શ્રી વિભાગમાં આગામી વર્ષોમાં પ્રાણી શાસ્ત્ર વિભાગમાં કાર્ય કરી ગયેલા અને કાર્યરત અધ્યાપકો એચ.વી જોશી, ડોક્ટર પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આઝમ, શીતલ પટેલ અને સેજલ પટેલ ડો. રાજેશ સેનમાના ફાળે જાય છે. વાંકલના ગ્રામજનો અને વિસ્તારના અગ્રણી આગેવાનોએ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનું ગૌરવ…
Advertisement