માંગરોળ તાલુકાના મોટી ફળી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ શાળા ખાતે યોજાયો હતો. મોટી ફળી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા વસંતભાઈ વી ચૌધરી મૂળ માંડવી તાલુકાના કોલખડી ગામના વતની હતા તેઓએ નોકરીના પ્રારંભમાં નવ વર્ષ તડકેશ્વર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી ત્યારબાદ એક વર્ષ ઉમરપાડા તાલુકાના કડવી દાદરા ગામે ફરજ બજાવી હતી અને છેલ્લા 26 વર્ષથી મોટી ફળી ગામની પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવી રહ્યા હતા. વય નિવૃત્ત થતા ગામના સરપંચ મનોજભાઈ વસાવા તેમજ તાલુકા પંચાયત સદસ્ય કનુબેન ખુમાનસિગ વસાવા અન્ય શાળાના આચાર્યશ્રીઓ હિતેન્દ્રભાઈ ચૌધરી, બચુભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં વિદાય સંભારમ યોજાતા સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી તેમજ સફળ સેવા બદલ સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓની શિક્ષણલક્ષી સારી કામગીરીને આગેવાનોએ બિરદાવી હતી તેમજ નિવૃત્તિ પછી શેષ જીવન તેઓ તંદુરસ્ત રીતે પસાર કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
માંગરોળનાં મોટી ફળી ગામની શાળાનાં વય નિવૃત્ત આચાર્યનો વિદાય સમારંભ યોજાયો.
Advertisement