Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ પોલીસની કોસાડી ગામે રેડ, બે ગૌમાંસનું 160 કિલો ગૌમાંસ અને માંસ કાપવાના સાધનો મળી આવ્યા : ત્રણને વોન્ટેડ જાહેર કરતી પોલીસ.

Share

માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે, ગૌમાંસની કતલ થઈ રહી છે એવી બાતમીના આધારે, માંગરોળ પોલીસે કોસાડી ખાતે બાતમીવાળા સ્થળે રેડ કરતાં ત્યાંથી ૧૬૦ કિલો ગૌમાંસ અને માંસ કાપવાના સાધનો મળી આવ્યા છે. પોલીસે આ બનાવમાં સામેલ ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. માંગરોળનાં પી.એસ.આઈ પરેશ એચ નાયીને બાતમી મળી કે કોસાડી ગામની સીમમાં ખાડી કિનારે ખુલ્લી પડતર જગ્યામાં ગામના જ ફેઝલ સુલેમાન સૂર્યા, સમદ સલીમ સાલેહ ઉર્ફે ગુર્જર અને ઇકબાલ મોહમદ ભુલા વેચાણથી ગાયો લાવી ગાયોની કટીંગ કરનાર છે. જેથી પી.એસ.આઇ પરેશ એચ નાયી, અનિલકુમાર દિવાન સિંહ, અમૃત ધનજી, રાજદીપસિંહ અરવિંદસિંહ વગેરેની ટીમ બાતમીવાળા સ્થળે જઇ રેડ કરતાં ત્યાંથી બે ગાયો કપાયેલી જોવા મળી હતી. સ્થળ ઉપરથી ૧૬૦ કિલો ગૌમાંસ મળી આવ્યું હતું જેની અંદાજીત કિંમત ૧૬ હજાર રૂપિયા તથા કટીંગ કરવાના સાધનો અને વજન કાટો મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત ૨૬૨૦ રૂપિયા મળી કુલ ૧૮,૬૨૦ રૂપિયાનો કબ્જે કરી, ગૌમાંસ ચેક કરવા માટે FSL ની મદદ લેવાની તજવીજ હાથ ધરી છે.આ અંગેની ફરિયાદ પરેશ ભાઈ કાંતિલાલે આપતાં તૃષિતભાઈ મનસુખ ભાઇએ ઉપરોક્ત ત્રણ ઈસમો સામે એફ.આઈ.આર દાખલ કરી, ઉપરોક્ત ત્રણે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહ્યા છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ સદવિદ્યા મંડળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

સર્જનહારનું વિસર્જન, વિરમગામમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને અપાઇ વિદાય

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!