તાલુકા મથકનાં માંગરોળ ગામના ખાનદાન ફળિયામાં માંગરોળ પોલીસે રેડ કરી રૂ.9,87,210 ના મુદ્દામાલ સાથે દસ જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે જુગાર રમાડનાર સહિત અન્ય ત્રણ ઈસમો ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી કે માંગરોળ ગામે જૂની કોર્ટ ફળિયામાં રહેતો ઈરફાન ઉર્ફે ચીનો ઇલીયાસ મકરાણી માંગરોળના ખાનદાન ફળિયામાં રહેતા ઈસ્માઈલ ઈબ્રાહીમ દિવાનના રહેણાંક બંધ મકાનમાં માણસો રોકી જુગાર રમાડે છે તેવી બાતમી મળતા માંગરોળના પો.સ.ઇ. પરેશકુમાર નાયી. એ પોતાની પોલીસની વર્દી ઉતારી અન્ય સાદા કપડા પહેરી માથા ઉપર રૂમાલ બાંધી બાતમીવાળા સ્થળે રાત્રે 12:30 પહોંચ્યા હતા અને બંધ ઘરમાં જુગાર રમાતો હોવાની ખાતરી કરી લીધી હતી ત્યારબાદ તેમણે અન્ય પોલીસ કર્મચારીઓ અનિલભાઈ દિવાનસિગ, જય કિશન મોહિલા સહિતની ટીમને બોલાવી રેડ કરતા ૧૦ જેટલા જુગારીઓ ઝડપાઈ ગયા હતા, જેમાં સાજીદ મકરાણી રહે. જૂની કોર્ટ ફળિયું માંગરોળ, ઇદ્રીશ સલીમ મકરાણી રહે. ખાનદાન ફળિયુ માંગરોળ, ધર્મેશ અમ્રુત રાઠોડ રહે. કીમ કઠોદરા, દાઉદ ગફુર મકરાણી રહે. ખાનદાન ફળિયુ માંગરોળ, સાદીક ગફાર શેખ રહે. દયાદરા ભરૂચ, ઇમરાન ઇકબાલ બલુચી રહે. ભાલોદ.તા. ઝઘડીયા, બસીર ઉંમર ગોરી રહે ભાલોદ તા.ઝઘડિયા, બળવંત રેવા વસાવા રહે. વાલિયા શિવ દર્શન સોસાયટી, રાજુભાઈ મસ્તુભાઈ દિવાન રહે. નેત્રંગ શાંતિનગર સહિત 10 ઇસમોને પોલીસે સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમો ઈરફાન ઇલિયાસ મકરાણી, અક્રમ મકરાણી અને ઈસ્માઈલ ઈબ્રાહીમ શાહ ત્રણે રહે. માંગરોળ ભાગી છૂટતા જેઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે સ્થળ ઉપરથી રૂ.1.16,210 રોકડા એક i 20 કાર કિંમત રૂ. 7 લાખ, એકટીવા રૂ. 40,000, મોબાઈલ નંગ 8, રૂ.27000 મળી કુલ રૂ.9,87,210 મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુના સંદર્ભમાં પોલીસ કોન્સ્ટેબલ તૃષિતભાઈ મનુભાઈ માંગરોળ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.