Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : કોલેજ અને યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસે ઈતર પ્રવૃત્તિઓ ખોટી ફી વસૂલવામાં સામે વિરોધ.

Share

કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પાસે ઈતર પ્રવૃત્તિના નામે ખોટી રીતે ફી વસૂલવામાં વિરોધમાં ઉમરપાડાનાં નિવૃત્ત કલેકટર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને આવી જાતિ વિકાસ મંત્રીને લેખિત ફરિયાદ કરી વિદ્યાર્થીઓને ફી પરત આપવાની માંગ કરવામાં આવી છે.

ઉમરપાડા વિસ્તારના અગ્રણી આગેવાન જગતસિંહ વસાવાએ જણાવ્યું કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતની આદિવાસી વિસ્તારની અન્ય કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી લોકડાઉન સમય દરમિયાન પણ નીચે મુજબની ફી વસુલ કરવામાં આવી છે એમાંય વેલ્ફર રૂપિયા 50, યુનિવર્સિટી કલ્ચર એક્ટિવિટીઝ ફી રૂપિયા 20, સ્ટુડન્ટ કલ્ચર એક્ટિવિટી ફી 100, ફિલ્મ જીમખાના સ્પોર્ટ ફિ 20, રૂપિયા 50 આમ ટોટલ એક વિદ્યાર્થી દીઠ 240 રૂપિયા પુરા લેવામાં આવ્યા છે, આમ ઉપર મુજબની ફી લોક ડાઉનમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી છતાં બળજબરીપૂર્વક કોલેજો અને યુનિવર્સિટીઓ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી રહી છે, અધિકૃત રીતે લેવામાં આવેલ ફી પરત મળવી જોઈએ અથવા આવી ઓક્ટોબર 2020 સુધી ઉપર આવેલ બધી જ કોલેજોની ફી ગરીબ વિધાર્થીઓને પરત મળે એવી કાર્યવાહી કરવા સત્તાધિકારીઓને સૂચના આપે એવી અમારી માંગણી છે જો દિન 30 માં અમારી માંગણી ના સંતોષાય તો ના છૂટકે કોર્ટની કાર્યવાહી તેમજ અન્ય લોકશાહી માર્ગે કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ સંદર્ભમાં ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ નિવૃત કલેકટર જગતસિંહ વસાવા, ગણપતભાઈ વસાવા, જેન્તીભાઈ વસાવા, અમિતભાઈ વસાવા સહિતના કાર્યકરોએ ઉમરપાડાના ઈન્ચાર્જ મામલતદાર લેખિત રજૂઆત કરી સરકારને જાણ કરી છે.

Advertisement

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ સ્થિત સુમેરુ નવકાર તિર્થ ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઇ હતી.

ProudOfGujarat

જામનગર : રેલવેમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!