– ઝાંખરડા, ડુંગરી, દેગડીયાના ખેડૂતોએ રજુઆત કરી.
માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામેથી ખેતીવિષયક વીજ લાઈનના નવા નંખાયેલા વીજ વાયરો ચોરો ચોરી જતા માંગરોળના નાયબ કાર્યપાલ ઈજનેરને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેટર પી. એચ. નાયીને પણ રજુઆત કરી હતી કે ચોરી કરનારા તત્વોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી સજા કરવાની માંગ ખેડૂત સમાજે કરી છે. કાર્યપાલ ઈજનેરને નમ્ર અરજ સાથે ખેડૂત સમાજે જણાવ્યું હતું કે શક્ય હોય તેટલું ઝડપી કામગીરી પૂર્ણ કરી વીજપ્રવાહ ઝડપી પૂરો પાડવો જેથી અતિ વરસાદને કારણે બગડેલ, નુકશાન પામેલ અમારી ખેતીને સુધારી શકાય. આ તકે હારુન મલેક, ઈદ્રીસ મલેક, શાહબુદીન મલેક, શામજીભાઈ ચૌધરી,બાબુભાઇ ચૌધરી વગેરે તેમજ ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂત સમાજના આગેવાનો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.