માંગરોળનાં મહુવામાં સમ્રાટ હોટલ માલિકીની જમીનમાં ટેન્કરમાંથી ડીઝલ વેચવાનું કૌભાંડ ઇન્ચાર્જ મામલતદારે ઝડપી પાડી 31.72 લાખનો મુદ્દામાલ સીડઝ કર્યો હતો. માંગરોળ તાલુકાના મહુવેજ ગામે સરકારી દફ્તરે નોંધાયેલ બ્લોક નંબર 509, જૂનો નંબર 688 વાળી જમીનશાર્દુલસિંહ ભરત સિંહ વશીના નામે ચાલે છે.
આ જમીનમાં હોટેલ સમ્રાટ આવેલી છે આ હોટલ માલિકીની જમીનમાં ગેરકાયદેસર ટેન્કર નંબર જીજે 12 એ ઝેડ 7964 માં કુલ ૨૪ હજાર લીટર ડીઝલ આવ્યું હતું. જેમાંથી 2336.66 લીટર ડીઝલ ગેરકાયદે રીતે કોઈપણ જાતના બિલ આપ્યા વિના વેચાણ કર્યું છે. આ જમીન માલિકે ભાડે પેટે રાખેલ છે પણ કોઈ ભાડા કરાર રજૂ કર્યા નથી આ જમીનમાં ટેન્કરમાંથી ડીઝલ ડાયરેક્ટ તેમના વાહનમાં ભરતા હતા પણ વેચાણ કરતા ન હતા આ તમામ માહિતી ઈન્ચાર્જ મામલતદાર અને ટેલિફોન પર મળતા સ્થળ પર દરોડો પાડયો હતો જ્યાંથી કૌભાંડ ઝડપાતા પંદર લાખનુ ટેન્કર, રૂપિયા 16,52,046 ની કિંમતનું ડીઝલ, 20 હજાર રૂપિયાનું ડીઝલ ભરવાનું મશીન મળી કુલ 31,72,046 રૂપિયાનો મુદ્દામાલ માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરીએ સીઝડ કરી, રિલાયન્સના સબ્બીર ભાઈને બીજો હુકમ ન થાય ત્યાં સુધી માલ સીડઝ રખાશે તેમ જણાવી દેવાયું છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.
વાંકલ : માંગરોળ તાલુકાનાં મહુવેજમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું.
Advertisement