માંગરોળ તાલુકા ધામડોદ, જી. સુરત બ્લોક નંબર 392 વાળી બિનખેતી જમીન શૈલેષભાઇ હરિભાઈ પરમારના નામે ધારણ કરે છે. આ જમીન ઉપર યુ. એમ. એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ પંપ આવેલો છે. જે ઉમેશભાઈ ચલાવે છે તેઓ સુરત ખાતે રહે છે. જેઓ સુરત ખાતે ક્યાં રહે છે તેની તેમણે ખબર નથી જેનો મોબાઈલ નંબર 8200343010 છે. તેઓએ આ જમીન જમીન માલિક પાસેથી ભાડા પટ્ટે રાખી છે. પરંતુ ભાડા કરાર સ્થળ પર ઉપલબ્ધ નથી. જે આધારે બાયોડીઝલ પંપ ચલાવે છે. આજરોજ આ જમીનના ભાડા કરાર કરનાર શ્રી ઉમેદભાઈ હાજર નથી.
પરંતુ તેમને ત્યાં નોકરી કરતાં ભરતભાઈ ગગજીભાઈ ભરવાડ હાજર છે તેઓ પાસે જરૂરી બિલ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુરતનુ એક્સપ્લોઝિવનું લાયસન્સ મેળવેલ નથી, રાષ્ટ્રીય /રાજ્ય ધોરી માર્ગનું લાયસન્સ રજૂ કરેલ નથી. GST નંબર નથી, અગ્નિશામક યંત્ર નિભાવેલ નથી, પોલ્યુશન સર્ટિફિકેટ નથી. તેમજ બાયોડીઝલ ક્યાંથી લાવે છે તે અંગે પૂછતાં જણાવેલ કે બાયોડીઝલ ઔરંગાબાદ મેટ્રિકસથી લાવે છે. જેના બીલો રજૂ કરેલ નથી. વધુમાં હોટેલની બાજુમાં 20 કે.એલની ટાંકી આવેલ છે. જેમાં આશરે દસ બેરલ જેટલું બાયોડીઝલ આવેલું છે. આ બાયોડીઝલના સેમ્પલ લઈ કન્ટેનર ભરતભાઈ ગગજીભાઈ ભરવાડને આપેલ છે. 20 કે. એલ. ટાંકી નંગ એકની અંદાજે 1, 00000(એક લાખ રૂ.) એક બેરલમાં બસો લીટરના દસ બેરલ 2000 લી. ની કિંમત 1,20,000/, બે યુનિટ ના 1,30,000/ અને અંદર ગ્રાઉન્ડ પાઇપની કિંમત 5,000 સાથે કુલ ત્રણ લાખ પંચાવન હજારનો માલ સીડઝ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સીડઝ કરેલ માલનો બીજો હુકમ ના થાય ત્યાં સુધી જાળવવા ભરતભાઈ ગગજીભાઈ ભરવાડને સુપ્રત કરેલ છે. આ સીડઝ કરેલ જથ્થો જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિમાં જાળવી રાખવા હુકમ કરવામાં આવે છે. તથા પંચો રૂબરૂ સીડઝ કરેલ જથ્થાનું એક ટીન આપવામાં આવેલ છે. આ અંગેની એક નકલ સુરત કલેકટર (પુરવઠા વિભાગ )અને નાયબ કલેકટર સાહેબ માંડવી પ્રાંતને મોકલવામાં આવી છે. માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર શ્રી દિનેશભાઇ ચૌધરી, પુરવઠાના ગીરીશભાઈ પરમાર, અનિમેષભાઈ ચૌધરી, સ્ટાફગણ હાજર રહ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
વાંકલ : માંગરોળ મામલતદારની ટીમે ધામડોદ હાઇવે પર ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર રેડ કરી માલ સીડઝ કર્યો.
Advertisement