હાથરસમાં દલિત સમાજની યુવતી પર સામુહિક બળાત્કાર અને મારપીટના બનાવમાં સંડોવાયેલાઓને ફાંસીની સજા અને કડકમાં કડક સજા કરવામાં આવે યુ. પી. સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પીડિતાના પરિવારને યોગ્ય ન્યાય મળે આવી માંગ કરવામાં આવી છે. આ તકે સુરત જિલ્લાના નવ તાલુકાના આગેવાનો જેમાં અરુણભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર, દેવેન્દ્રભાઈ સોલંકી, હેમંતભાઈ કટારીયા, તનોજ પરમાર, મનીષ ચૌહાણ, હેમંત પરમાર, વિપુલ પરમાર વગેરે હાજર રહ્યા હતા. માંગરોળ પોલીસ મથકના પી.એસ.આઈ પરેશકુમાર નાયી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
Advertisement