પાક વીમા સહિત ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જે યોજનાઓ અમલમાં મૂકી છે એ યોજનાઓ અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં જે ત્રણ બીલો પસાર કર્યા છે. એ અંગેની માહિતી આપવા માટે આજે તારીખ ૫ મી ઓક્ટોબરના રોજ, વનમંત્રીના ઝંખવાવ મુકામે આવેલા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સરપંચો, તલાટીઓ તથા VCR ઓપરેટરો અને BJP ના કાર્યકરો હાજર રહ્યા હતા. વનમંત્રી ગણપતસિંહ વસાવાએ બેઠકને સંબોધન કરતાં જણાવ્યું કે તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતનાં હિતમાં જે ત્રણ બીલો પસાર કર્યા છે એનાંથી ખેડૂતોને શું ફાયદો થશે એની વિસ્તૃત સમજૂતી આપી હતી. ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ખેતીનાં કામ માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવામાં આવે છે એની માહિતી આપી લાભ લેવા હાકલ કરી હતી. આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે સિંચાઇની યોજના ઉભી કરવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવી કરી આ યોજનાના કામો પણ શરૂ થઈ ગયા છે. એમણે પાક વીમાની વિસ્તૃત માહિતી આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તલાટીઓ અને VCR ઓપરેટરોને પાકવીમાના ફોર્મ જે ખેડૂતોને નુકશાન થયું છે એ તમામનાં ફોર્મ ભરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જગદીશભાઈ ગામીત, દીપકભાઈ વસાવા, રાકેશભાઈ સોલંકી, અનિલભાઈ શાહ, મુકુંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સરપંચો, તલાટીઓ અને BJP ના કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.
માંગરોળ : પાક વીમા સહિત અન્ય યોજનાઓથી ખેડૂતોને વાકેફ કરવા રાજ્યનાં વનમંત્રીએ યોજેલી બેઠક.
Advertisement