માંગરોળ તાલુકાના વાંકલ ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી કોંગ્રેસની કારોબારી સભામાં સમગ્ર તાલુકામાંથી ચૂંટણી લડવા થનગનતા ટિકિટ વાંચ્છુઓ ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા અને આ કારોબારી સભામાં મોટા બોરસરા કંટવા વાંકલ સહિત વિવિધ ગામના ૭૦ જેટલા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કરતા ડો. તુષાર ચૌધરીએ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે જેને લઇ હાલ સમગ્ર તાલુકામાં રાજકારણ ગરમાય રહ્યું છે ત્યારે વાંકલ ગામે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સભાનું આયોજન થતા નવા ચહેરાઓ કારોબારી સભામાં દેખાયા હતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરીએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોનું સ્વાગત કરી આવકારી કારોબારી સભાનો પ્રારંભ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો.નટવરસિંહ આડમાર. રમણલાલ ચૌધરી નારસિંગ વસાવા યાસ્મીન દાવજી વગેરેએ ભૂતકાળની ચૂંટણીમાં ટિકિટો બાબતે થયેલી ખેંચતાણથી પક્ષને થયેલું નુકશાન તેમજ કેટલાક કાર્યકરો દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કરાયેલા વિશ્વાસઘાત અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કારોબારી સભામાં મોટા બોરસરાના દીપકભાઈ પરમાર અને ઠાકોરલાલ ચૌધરી વિરેન્દ્ર ખેર વગેરેના પ્રયાસથી ૭૦ જેટલા ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો હતો. ડો તુષાર ચૌધરીએ કારોબારીમાં સંબોધન કરતા જણાવ્યું કે જીતી શકે અને પક્ષને વફાદાર રહી શકે એવા ઉમેદવારોની જ પસંદગી તાલુકા કક્ષાએ સર્વ સહમતિથી થાય એવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કરવાની સાથે જણાવ્યું કે અપશુકનિયાળ પ્રધાનમંત્રીના કારણે દેશનું સમગ્ર અર્થતંત્ર પડી ભાંગ્યું છે મોંઘવારી વધી રહી છે રોજગારી છીનવાઈ ગઈ છે દિન-પ્રતિદિન આર્થિક સંકળામણને લઇ આપઘાતની સંખ્યા વધી રહી છે. બીજી તરફ કૃષિ બિલથી દેશના ખેડૂતો કંપનીઓના ગુલામ બની જશે સરકારે આ બિલ પાસ કર્યા પછી કાંદા બટાકા કઠોળ તેલ જેવી ચીજ વસ્તુઓને આવશ્યક ચીજવસ્તુમાંથી દૂર કરી છે જેથી આગામી સમયમાં પ્રજાજનોની હાલત કફોડી થશે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ 1000 જેટલા સભ્યો બનાવવા પડશે તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ પક્ષના 2000 સભ્યો બનાવો પડશે આગામી સમયમાં પક્ષને વફાદાર રહેનારા વ્યક્તિને ટિકિટ મળશે વધુમાં તેમણે ખેડૂત વિરોધી નીતિ સામે ગાંધીજયંતી નિમિત્તે સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે એપીએમસી ખાતે કાર્યક્રમો યોજવા કાર્યકરોને જણાવ્યું હતું.
માંગરોળ : વાંકલમાં કોંગ્રેસની કારોબારી સભા યોજાઇ.
Advertisement