Proud of Gujarat
GujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઘર, મહોલ્લા, ફળિયામાં સ્વચ્છતા રાખવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આંગણવાડીની બહેનોએ સ્ક્રીન પર મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો સ્વચ્છતા અંગેનો કાર્યક્મ નિહાળ્યો હતો અને વાંકલ હાઈસ્કૂલમાં આંગણવાડીની બહેનો માટે સ્વછતા અભિયાન અંતર્ગત હૅન્ડવૉશ, કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ મેઈન બજારમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટી.ડી.ઓ. ડી.બી. પટેલ, તાલુકા પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, સરપંચશ્રી ભરતભાઈ વસાવા, તલાટી કમ મંત્રીશ્રી સતિષભાઈ ગામીત, નારણભાઇ પટેલ, શૈલેષભાઇ મૈસુરીયા, સુરેશભાઈ પ્રજાપતિ, તાલુકામાંથી દેવેન્દ્ર ભાઈ, તથા ગામના આગેવાનો હાજર રહી સ્વછતા અભિયાન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા હાથ તાળીથી સ્ટાફે તેમનું અભિવાદન કર્યું.

ProudOfGujarat

ગોધરા નહેરુ બાગ ખાતે પુસ્તક પરબ યોજાઈ…

ProudOfGujarat

કરજણ તાલુકા ખાટે મૂળનિવાસી એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!