માંગરોળ તાલુકાના મોટીપારડી, નંદાવ, સાવા, કઠવાડાચાર ગામો ખાતેથી પસાર થતી ખાડીની સફાઈ કરી, પ્રોટેક્શન વોલ બનાવી માર્ગ ઉંચો કરવા મુદ્દે તારીખ ૧ લી ઓક્ટોબરનાં રોજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલને આવેદનપત્ર મોટી પારડીના અગ્રણી કેતનભાઇ ભટ્ટ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અપવામાં આવ્યું છે. સુરતનાં જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાર ગામો ખાતેથી પસાર થતી ખાડી અને કોતરમાં ઉપરવાસમાંથી વરસાદી પાણી ચોમાસાની મોસમમાં આવવાથી ખાડીમાં કાપ પુરાઈ જવાથી ચોમાસાની મોસમમાં ઘોડાપુરના કારણે ઉપરોક્ત ગામોમાં પુરના પાણી નીચાણવાળા ઘરોમાં પ્રવેશે છે. જેથી ચોમાસાની મોસમમાં આ લોકો ભારે પરેશાનીનો સામનો કરે છે. કોસંબાથી વાલીયા જતા માર્ગ ઉપર આ ખાડીના વિસ્તારમાં આવેલા માર્ગ ઉપર પાણી ફરી વળવાથી માર્ગ બંધ થઈ જાય છે. આ પ્રશ્ને અનેકો વખત રજૂઆતો કરાઈ છે. સાથે જ ગ્રામપંચાયત તરફથી જાણ કરવામાં આવી છે છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવેલો નથી. આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે આ ખાડીની સફાઈ કરાવવામાં આવે, ખાડી ઉંડી કરવામાં આવે, જરૂર જણાય ત્યાં પોટેક્શન વોલ બનાવવામાં આવે અને પારડી ગામે મુખ્ય ગરનાળા પાસે આ માર્ગ ઉંચો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, શાબૂદીન મલેક, કેતનકુમાર ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારીને ધારદાર રજૂઆતો કરી હતી.
માંગરોળ : વરસાદી પૂરથી પ્રભાવિત માંગરોળનાં મોટીપારડી ગામ સહિત ચાર ગામનાં લોકોએ નદી ઊંડી કરી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી.
Advertisement