માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગ્રામપંચાયત દફ્તરે નોંધાયેલ બ્લોક નંબર 139 વાળી જમીન જે મહેન્દ્ર ભાઈ વગેરેથી ચાલે છે. આ જમીન ચાર વર્ષના ભાડા પટ્ટે જ્યોતિ પેટ્રોકેમિકલ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીના આપેલી છે. આ કંપનીનાં માલિક જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ રોય છે. આ ફેક્ટરીમાં પેટ્રોલિયમ એર પ્રાકૃતિક ગેસનું કામકાજ કરે છે. આ ફેક્ટરીમાં 30 મી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે માંગરોળનાં મામલતદાર દિનેશભાઇ ચૌધરી, પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, Gst વિભાગ, સુરતના અધિકારીઓ, Gpcb ના અધિકારીઓ અને કોસંબા પોલીસ મથકના પી.એસ.આઇ. અને સ્ટાફની સંયુક્ત ટીમોએ ફેક્ટરીમાં છાપો મારતા અને ફેક્ટરીમાં ચેકીંગ કરતા એક્સપ્લોઝિવ એક્ટ પ્રમાણપત્ર મેળવેલ ન હોવાનું અને તોલમાપ પ્રમાણપત્ર પણ ન હોવાથી ફેક્ટરીમાં તપાસ કરતા કુલ રૂપિયા 75,00,950 નો મુદ્દામાલ સીડઝ કરી આ અંગેનો અહેવાલ સુરત જિલ્લાના કલેકટરને તાત્કાલિક મોકલ્યો હતો. સુરતના કલેકટરના આદેશ મુજબ આ માલ જે જગ્યાએ છે તે જગ્યાએથી ખસેડવો કે વેચવો નહી બીજો આદેશ મળે નહિ ત્યાં સુધી માલ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ તમામ માલને જાળવી, નજર રાખવા ફેક્ટરીના માલિક જીતેન્દ્રભાઈ રોયની સંપૂર્ણ જવાબદારી રહશે. જે જ્યોતિ ઍન્ટરપ્રાઇઝના માલિક જીતેંદ્ર રોયની રહેશે. વધુ કિંમતનો માલ સીડઝ કરાતા આ પ્રકારનો ધંધો કરનારામાં ફફડાટ વ્યાપી ગયો.
વિનોદ (ટીનુ ભાઈ) મૈસુરીયા, વાંકલ, સુરત.