માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી છેલ્લા ત્રણ દિવસથી ખોટકાતા કામકાજ ખોરંભે પડ્યું છે અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. એક તરફ સરકારે ડિજિટલ ઇન્ડિયાના નારા સાથે મહત્તમ ક્ષેત્રોમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી યોગ્ય પરિણામ મળ્યું નથી સરકારી પોસ્ટ ઓફિસ સાથે અનેક સરકારી યોજનાઓ જોડાયેલી છે જેથી લોકો પોસ્ટ ઓફિસ સાથે સીધી રીતે સંકળાયેલા છે. નેટ બેન્કિંગ સહિત અનેક નાના-મોટા કામકાજ માટે સરકારી પોસ્ટ ઓફિસમાં લોકોએ જવું પડે છે. સરકારી સસ્તા અનાજની દુકાનમાં નેટ કનેક્ટિવિટી નહીં મળવાથી અનાજની કુપનો ગ્રાહકોને મળતી નથી તેવી અનેકવાર ફરિયાદો સમગ્ર તાલુકામાંથી ઉઠી રહી છે. બેંકમાં ઘણીવાર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ જ પ્રમાણે હાલમાં વાંકલ ગામે આવેલ સરકારી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ દિવસથી BSNL ની નેટ કનેક્ટિવિટી લોકો પોતાના કામકાજ માટે ધક્કા ખાઈ રહ્યા છે છતાં લોકોના કામ થતાં નથી ત્યારે BSNL ના જવાબદાર અધિકારીઓ નેટ કનેક્ટિવિટીની સમસ્યાનું નિરાકરણ કરી લોકોની મુશ્કેલી દુર કરે તેવી માંગ ચાલુ થઈ રહી છે.
માંગરોળ : વાંકલ સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી ત્રણ દિવસથી ખોટકાતા ગ્રાહકો પરેશાન.
Advertisement