હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને (3) કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના આરીફ મુલ્લા, મહેન્દ્રભાઈ તેમજ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ
Advertisement