માંગરોળ અને ઉમરપાડા પોલીસે મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ કરી હેલ્મેટ સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 જેટલા વાહન ચાલકોને ઝડપી લઇ દંડનીય કાર્યવાહી કરી છે.
માંગરોળ પોલીસે ઝંખવાવ વાંકલ મોસાલી ચાર રસ્તા વગેરે મુખ્ય માર્ગો ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં 10 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ પહેરીયા વિના મુસાફરી કરતા ઝડપી પાડયા હતા તેઓને રૂપિયા 500 ના લખે દંડ ફટકાર્યો હતો, જ્યારે માસ્ક નહિ પહેરનારા 6 જેટલા વાહન ચાલકોને રૂપિયા 1000 લેખે દંડ ફટકાર્યો હતો.
ઉમરપાડા પોલીસે નેશનલ હાઇવે નંબર 56 વાડી ચેકપોસ્ટ ખાતે તેમજ ઉમરપાડાના વિવિધ માર્ગ પર ચેકિંગ કરતા ૪૨ જેટલા વાહન ચાલકો હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ લગાવ્યા વિના મુસાફરી કરતા પોલીસે ઝડપી પાડયા હતા. તેઓ વિરુદ્ધ રૂપિયા 500 લેખે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ત્રણ જેટલા વાહન ચાલકો માસ્ક પહેર્યા વિના મુસાફરી કરતા પોલીસે ઝડપી લઇ તેઓને રૂપિયા 1000 લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો માંગરોળ અને ઉમરપાડા પોલીસની દંડનીય કાર્યવાહીને લઇ નિતી નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ