માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓગણીસા ગામને ચોવીસ કલાક વીજળી મળી રહે તે માટે માંગરોળ નાયબ કાર્યપાલ ઈજનેરને એક આવેદનપત્ર પાઠવ્યું અને ઓગણીસા ગામે આવેલ પ્રાયમરી દવાખાના ખાતે કાયમી ડોક્ટરની નિમણુક કરવા માંગ કરી. ગ્રામજનો અને કોંગ્રેસ સમિતિએ નાયબ કાર્યપાલ ઈજનેરને આવેદન આપી જણાવ્યું કે ઓગણીસા ગામમાં 35 થી 40 આદિવાસી ઘરોમાં ખેતી વિષયક જોડાણમાંથી વીજળી આપવામાં આવે છે તેને બદલે તાત્કાલિક ધોરણે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજ જોડાણ આપવા માંગ કરી છે. માંગરોળ ટી.એચ.ઓ ને પણ ઓગણીસા ખાતે કાયમી ધોરણે ડોક્ટરની નિમણુકની માંગ કરી છે. ગ્રામજનોએ દવા લેવા માટે આજુબાજુના ગામોનો સહારો લેવો પડે છે ગામમાં દવાખાનું હોવા છતાં પ્રાથમિક ટ્રીટમેન્ટનો લાભ મળતો નથી. જેથી કાયમી ધોરણે ડોક્ટર મુકવા ગ્રામજનો માંગ કરી છે. આ તકે માજી પંચાયત મંત્રીશ્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ગામીત, રૂપસિંગ ભાઈ ગામીત, શાહબુદીન મલેક અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ