Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે ત્રણ તાલુકાનાં ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.

Share

ખેડુતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય આગળ વધારવા માટે રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણસમી યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત ખેડુતો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ તથા પ્રાકૃતિક કૃષિ કિટ યોજના મંજુરી હુકમોનું વિતરણ વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા અન્ય મહાનુભાવોના કરાયું હતું.

આ વેળાએ મંત્રીશ્રી વસાવાએ માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આયોજીત કાર્યક્રમમાં માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના દેશી ગાય ખાધારિત નિભાવ માટે ૧૮૩૩ ખેડુતોને તથા ૧૧૯૨ જેટલા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ કિટોના વિતરણના મંજુરીપત્રો એનાયત કરાયા હતા. આ વેળાએ મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડુતો ખેતી ખર્ચના ધટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેકગણો વધારો થશે. આજે ગંભીર પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા માટે ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થતા બક્ષે તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા ખેડુતોને ગોડાઉન બનાવવા, વાહન ખરીદવા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમ સાત જેટલી યોજનાઓ આગામી સમયમાં ખેડુતોની આવક બમણી કરવામાં મહત્વનું યોગદાન આપશે. માંગરોળ તાલુકામાં આગામી સમયમાં સાત જેટલા ૬૬ કે.વી.સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. ખેડુત રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધટાડીને એક ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટેનો અનુરોધ તેમણે કર્યો હતો. આ વેળાએ રાજયપાલ તથા મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હિમાયત કરી હતી. આ વેળાએ સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી શ્યામસિંગભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષશ્રી દિપકભાઈ, માંગરોળ તથા ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ તથા દરિયાબેન, સંયુકત ખેતીવાડી નિયામકશ્રી કમલેશ પટેલ, અગ્રણીશ્રી રાકેશભાઈ, અફઝલભાઈ, ખેતીવાડી અધિકારશ્રી એન.જી.ગામીત, તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ (ટીનુ ભાઈ)બી. મૈસુરીયા. વાંકલ.

Advertisement

Share

Related posts

નેત્રંગના કેલ્વીકુવા ગામે નાળા-રસ્તાના નિમૉણનું ખાતમુહુર્ત સાંસદ મનસુખભાઇ વસાવાનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300 થી વધુ કેસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!