Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે કોરોના વોરિયર્સ ડોકટર અને સ્ટાફનું સન્માન ગ્રામજનોએ શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરીને કર્યું હતું.

Share

કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર ડોક્ટર અબ્દુલમજીદ ખત્રી, કમ્પાઉન્ડર આયશાબેન ભાણા, સાફસફાઈ કામદાર અમીનાબેન રંદેરાનુ કોસાડી ગામના નવયુવાનો તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. કોવિડ 19 ની મહામારીમા પોતાના સ્વાસ્થય અને પોતાના પરિવારની પરવા કયાઁ વિના રાષ્ટ્ર હિત માટે સેવા યોગદાન અને સમય આપી કોસાડી ગામમાં તથા આજુબાજુના ગામનાં તમામ દર્દીઓની ખુબ સારી રીતે સારવાર કરી અમૂલ્ય યોગદાન આપવા બદલ કોસાડી ગામના નવયુવાનો દ્વારા સન્માનપત્ર એનાયત કરી રોકડ પુરસકાર આપી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાયઁકમ કોસાડીના નવયુવાનો મોહમ્મદભાઈ કારા હનીફભાઈ ભુલા અબદુલ સમદભાઈ ગોધી ઈમરાનભાઈ ગોધી ઈમરાનભાઈ સાલેહ વગેરેના સહયોગથી રાખવામાં આવ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ ) મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

સુરતના ઉમરપાડામાં દીપડાનો આતંક રહેવાસીઓમાં ભયની લાગણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!