Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકે આંબાવાડી પ્રાથમિક શિક્ષક શ્રી વિનોદભાઈ પ્રજાપતિની પસંદગી.

Share

માંગરોળ તાલુકાના આંબાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકને ગામના સરપંચ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કમાન્ડ એન્ડ કંટ્રોલ શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા 80 % ઓનલાઇન મૂલ્યાંકન તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત 20 % મૂલ્યાંકનના આધારે મોસાલી સી.આર.સી ની શાળાઓ પૈકી પ્રાથમિક શાળા આંબાવાડીમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ પ્રજાપતિની પસંદગી શ્રેષ્ઠ પ્રતિભા શિક્ષક તરીકે થતા શાળાની યશ કલગીમાં એક મોરપીંછ ઉમેર્યું છે. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી જયેશભાઇ ચૌધરીએ શાલ ઓઢાડી પ્રતિભાશાળી શિક્ષકને સન્માનપત્ર આપી હજુ જીવનમાં આગળ વધો સાથે શુભેચ્છા આપી હતી. આંબાવાડીના ગ્રામજનો, શાળાના આચાર્ય શ્રી પાનુભાઈ ચૌધરી તેમજ એસ.એમ.સી ના સભ્યો તેમજ શાળા પરિવારે પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ બી મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

ProudOfGujarat

ભરૂચ : શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દિવસેને દિવસે વધી : ટ્રાફિક વ્યવસ્થામાં ગોટાળો..!

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!