Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયું.

Share

નાની નારોલી મુકામે આવેલ જી. આઈ. પી. સી. એલ. કંપની રચિતદીપ ટ્રસ્ટ દ્વારા દીપ ટ્રસ્ટના કાર્ય વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે વખતો વખત અવાર-નવાર અનેક સહાય આપવામાં આવતી હોય છે. વિધાર્થીઓને પ્રવૃતિ દ્વારા સ્વ-શીખવાની કુશળતાનો વિકાસ થાય છે. શાળાઓમાં વિધાર્થીઓ તેની યોગ્યતા અને પ્રવૃતિ થકી શિક્ષણમાં વ્યકિગત અનુભવ માહિતી યાદ રાખવામાં મદદ કરે છે તેમજ વિધાર્થીને ભૌતિક અને માનસિક રીતે શીખવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે તેવી એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું આપવામાં આવેલ. આ કિટથી વિધાર્થીને અભ્યાસ કરવાની રૂચિમાં વધારો કરવા અને ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં વધુ નિપુણતા હાસલ કરવા માટે આજ રોજ તારીખ.૨૮.૮.૨૦૨૦, શુક્રવારના રોજ કુલ ૫ શાળાઓમાં કિટનું વિતરણ કરવામાં આવેલ, જેનો કુલ રૂ।. ૩,૨૮,૧૦૦/- નો ખર્ચ કરવામાં આવ્યો હતો. દીપ ટ્રસ્ટના સી.ઈ.ઓ એન.આર.પરમાર, અને એન.પી વઘાસીયાના માર્ગદર્શન હેઠણ આ કિટનું વિતરણ દીપ ટ્રસ્ટના કર્મચારી શ્રી મનીષભાઇ ચૌધરી અને શ્રી પરેશભાઈ ગામીત દ્વારા શાળાઓમાં કરવામાં આવેલ હતુ.

વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!