સતત વરસતા વરસાદમાં ઝાંખરડા ગામમાં આવેલ ખેતી વિષયક જોડાણનાં તાર ચોરનારા રાત્રીના સમયે ચોરી ગયા છે. અંદાજે બાવીસ ગાળા લાઈનનાં વીજ તારોની ચોરી થવા પામી છે. ચોરો એક બંડલ જેટલો તાર ખેતરમાં જ મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડી. ઈ. ચૌધરીએ ખાત્રી આપી કે વરસાદ રોકાય એટલે ખેતી વિષયક તારોની લાઈન ખેંચવામાં આવશે. ખેડૂત આગેવાનોએ માંગરોળ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ પરેશ કુમાર નાયીને મળતા તેમણે પણ સહકારની ખાત્રી આપી હતી. ખેડૂતોને સહકારની ખાત્રી મળતા આંનદ વિભોર થઈ ગયા હતા. આ તકે ઝાંખરડા ગામનાં આગેવાનો, મરજીના અકબર મલિક, માંગરોળ ખેડૂતના પ્રમુખ ઈદ્રીસ મલેક, ઉત્તમ ભાઈ વસાવા, હારુનભાઈ વગેરે ખેડૂત આગેવાનો હાજર રહી રજુઆત કરી હતી.
વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.
Advertisement