માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. જાહેર મંડપો કે પંડાલને બદલે ઘરે ઘરે શ્રીજીને બિરાજમાન કરવાનો ટ્રેન્ડ દેખાયો. કોરોના કાળને કારણે ગણેશ ઉત્સવની ઝાકમઝાળ આ વખતે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ગણેશોત્સવ સાર્વજનિક નહિ હોય ! આ વખતે સોસાયટી કે અપાર્ટમેન્ટમાં વિશાળ પ્રતિમાને બદલે નાની પ્રતિમાની સ્થાપના કરી ભક્તોએ સંતોષ માનવો પડશે. વાંકલ ખાતે પણ ગણેશ ઉત્સવ ફિક્કો નજરે પડયો હતો. વાંકલમાં સ્ટેશન વિસ્તારમાં ડૉ. યુવરાજસિંહના ઘરે, આઝાદચોકમાં ઉમેશભાઈ મોદીના ઘરે, બજેટ ફળીયામાં વિજયભાઈ વસાવાના ઘરે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યું હતું.
વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ.જી. સુરત
Advertisement