વાંકલના ગામીત ફળિયામાં વારંવાર દીપડો દેખાતા વનવિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેને વાંકલ રેન્જના આર.એફ.ઓ.હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ સોમવારના દિવસે પાંજરૂ લલિત ગામીતના ઘર પાછળના ભાગે ગોઠવવામાં આવ્યું હતું.
સ્થાનિકોની ફરિયાદ બાદ વનવિભાગે પાંજરું ગોઠવતા અંતે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીપડાને હાલ ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો.
Advertisement
વિનોદ મૈસુરિયા: વાંકલ
હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં લોકોના નિશાના પર, ફેસબુક અકાઉન્ટ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું.