અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા (પુજીત ચોખા) અક્ષત કળશનુ માંગરોળ નજીક આવેલ 5000 હજાર વર્ષ થી પણ અતિપ્રાચીન કામનાથ મહાદેવ મંદિરે વૈદિક મંત્રોચારો સાથે કળશને વધાવી વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવયુ. બહેનો દ્વારા કળશ માથે રાખી શ્રીરામ નામની ધુન બોલાવતા સમગ્ર વાતાવરણ રામમય બન્યુ હતુ. મંદિરના મહંત ઇશ્વરગીરી બાપુ અને તેમના પરિવાર દ્વારા કળશનુ પુજન આરતી કરી કામનાથ મહાદેવના સાનિધ્યમાં પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યા આસપાસના ભાઈઓ બહેનોએ મહાદેવના દર્શન સાથે કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
આ અવસરે બૌદ્ધિક કાર્યક્રમ પણ યોજાયો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુપરિષદના પદાધિકારીઓ દ્વારા શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન સહીતનુ અન્ય કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપ્યુ હતુ.
Advertisement