Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યકરોની મિટિંગ યોજાઇ.

Share

માંગરોળ ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ આવનાર હોવાથી આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ હતી.

લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે માંગરોળમાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરોની મીટીંગ યોજાઇ હતી. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુના કાર્યક્રમ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અગામી સમયમાં પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયત બેઠક પ્રમાણે આગેવાનોને વિવિધ સંગઠનલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવનાર છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કેવીકે ડેડીયાપાડા ખાતે બીજ મહોત્સવ ખરીફ- ૨૦૨૩ અંતર્ગત બીજ નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેસર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!