કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં સરપંચ શ્રી કાંતિભાઈ આહીર, તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ અને ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા પંચાયત સભ્ય અફઝલભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે પાલોદ ગામે તાલુકા પ્રમુખ મનહરભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન વસાવા, અફઝલભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર સમીરભાઈ, માંગરોળ તાલુકાના ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય શૈલેષભાઈ વસાવા, APMC- ડિરેક્ટર અને માજી તાલુકા સભ્ય સાકિરભાઈ પટેલ, તલાટી-કમ મંત્રી કિરણભાઈ ચૌધરી, CDPO અંતુબેન ગામિત, મુખ્યસેવીકા ભાનુબેન પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી વર્કર,તેડાગર બહેનો,અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ