કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં મુખ્ય શિક્ષકે વિકસિત ભારત યાત્રાનો સંકલ્પયાત્રાનો ઉદ્દેશ જણાવીને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે નસારપુર ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. ખુમાણ, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા દરિયાબેન વસાવા, સુમુલ ડેરીના ડાયરેક્ટર રીતેશભાઈ વસાવા, તાલુકા પ્રમુખ રમેશભાઈ, મામલતદાર ભેસાણિયા, ટી. ડી. ઓ. પઠાણ, સી. ડી. પી. ઓ. દર્શનાબેન, ટી. એચ. ઓ. ડૉ. વિપુલભાઈ, તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પ્રવીણભાઈ, શાસક પક્ષ નેતા રવિસીંગભાઈ, પૂર્વ એ પી એમ સી ચેરમેન સામસીંગ ભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઇ, સંગઠન મહામંત્રી અમીષભાઇ,બી આર સી અલ્પેશભાઈ, મુખ્યસેવીકા નીલમબેન, બ્લોક તલાટી કમ મંત્રી પ્રીતિબેન , આરોગ્ય વિભાગ માંથી ડૉ. વિશ્વા વેકરીયા, આરોગ્ય સુપરવાઈઝર જનીબેન, આંગણવાડી વર્કર,તેડાગર અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
Advertisement